DSP દેવિન્દર સિંહ કેસ: NIA તપાસ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ, BJPએ આપ્યો જડબાતોડ જવાબ

આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મુ અને કાશ્મીરથી ધરપકડ કરાયેલા DSP દેવિન્દર સિંહને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું.

DSP દેવિન્દર સિંહ કેસ: NIA તપાસ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ, BJPએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) થી ધરપકડ કરાયેલા DSP દેવિન્દર સિંહ (Devinder Singh) ને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આજે ટ્વીટ કરીને આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે દેવિન્દર  સિંહને ચૂપ કરાવવાનો આ સૌથી સારો છે કે તેને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હવાલે કરી દેવામાં આવે. હવે આ મામલે સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) નું નિવેદન આવ્યું છે. ભાજપના નેતાએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે DSP કેસની NIA તપાસથી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. આથી રાહુલ ગાંધી આવી વાતો કરી રહ્યાં છે. 

કોંગ્રેસના યુવરાજે આતંકીઓનું નામ લઈને દેશની સૌથી મોટી તપાસ એજન્સી NIAને નિશાન બનાવી છે. વિદેશી ધરતી પર જઈને વડાપ્રધાન મોદીને કોસનારા રાહુલએ ગાંધી હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી ઉપર જ સવાલ ઉઠાવી દીધા અને પાકિસ્તાનની ભાષા બોલવા લાગ્યાં. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે DSP દેવિન્દર સિંહને ખામોશ કરવાનો આ સૌથી સારો ઉપાય છે કે તપાસ NIAને  સોંપી દો. NIAનું નેતૃત્વ એક વધુ મોદી-વાય કે મોદી કરે છે જેમણે ગુજરાત રમખાણો અને હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ કરી હતી. વાઈ કે મોદીની પાસે કેસ જવાનો મતલબ એટલે કેસનું મોત. 

જુઓ LIVE TV

એટલું જ નહીં રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે આતંકી દેવિન્દર સિંહને કોણ ચૂપ કરાવવા માંગે છે અને કેમ? રાહુલની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ પણ તેમની જ ભાષામાં DSP દેવિન્દર સિંહની તપાસ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે પારદર્શક તપાસની માગણી કરી છે. જ્યારે ભાજપે પણ સેના અને NIA પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસને આકરી પ્રતિક્રિયા આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news